Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેરના વીરપર ગામની સીમમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે કરી...

વાંકાનેરના વીરપર ગામની સીમમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે કરી રેઇડ

વાંકાનેરના વીરપર ગામની સીમમાં ધનકેળા વાળા રસ્તે ખરાબા વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હતી. જેને લઇને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા રેઇડ પાડવામાં આવી હતી. જ્યાંથી દેશી દારૂ બનાવવાની સામગ્રી તેમજ દારૂ ગાળવાનો ઠંડો આથો અને દેશી દારૂ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વીરપર ગામની સીમમાં ધનકેળા વાળા રસ્તે ખરાબાની જગ્યામાં આવેલ બબાભાઇ હકાભાઇ દેકાવાડીયાની દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોય તેવી બાતમીને આધારે રેઇડ પાડવામાં આવી હતી. જેમાં બબાભાઇ હકાભાઇ દેકાવાડીયા (રહે.વીરપર તા.વાંકાનેર જી.મોરબી) નામના આરોપીએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ગાળવાનો રૂ.૧૬૦૦/-ની કિંમતનો ૮૦૦ લિટર ઠંડો આથો તથા રૂ.૪૨૦૦/-ની કિંમતનો ૨૧૦ લિટર દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૯૮૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જયારે રેઇડ દરમ્યાન આરોપી હાજર નહીં મળતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!