હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ધનાળા ગામ નજીક રોડ ઉપર સામેથી આવતા મોટર સાયકલનો ચાલક પોલીસને દૂરથી જોઈ મોટર સાયકલ અને તેમાં પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ દેશી દારૂ રેઢો મૂકીને બાવળની કાંટમાં નાસી ગયો હતો, હાલ પોલીસ દ્વારા દેશી દારૂ તથા મોટર સાયકલ સહિત રૂ.૩૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, નાસી ગયેલ બુટલેગરને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ પોલીસ ટીમ તાલુકાના ધનાળા ગામ નજીક પેટ્રોલિંગના હોય તે દરમિયાન રેલ્વે ફાટક તરફથી મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએમ-૯૩૫૩ માં આગળ પ્લાસ્ટિકનું બાચકું લઈને આવતા શખ્સે દૂરથી પોલીસને જોઈ, મોટર સાયકલ અને પ્લાસ્ટિકનું બાચકું મૂકીને બાવળની કાંટમાં નાસી ગયો હતો, ત્યારે પોલીસે આરોપીને ઓળખી લેતા તે આરોપી રામજીભાઈ રૈયાભાઈ દેવીપૂજક રહે. ધનાળા વાળો હોય. જ્યારે પોલીસે પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાં ૨૩ લીટર દેશી દારૂ કિ.રૂ.૨,૬૦૦/- મળી આવ્યો હતો. હાલ પોલીસે દેશી દારૂ તથા મોટર સાયકલ સહિત કુલ રૂ.૩૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી ગયેલ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.