Friday, January 10, 2025
HomeGujaratગુજરાત પ્રદેશ યુવા ભાજપ ના અધ્યક્ષએ હળવદના યુવા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત...

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ના અધ્યક્ષએ હળવદના યુવા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી

ગુજરાત પ્રદેશ ભાજપ ના યશસ્વી અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઈ કોરાટ એ ગઇકાલે હળવદ ખાતે મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તપનભાઈ દવે ના શોરૂમ ખાતે યુવા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિત યુવા ભાજપ ના કાર્યકરો એ ફૂલ હાર તેમજ ભગવી સાલ ઓઢાડી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ પ્રશાંતભાઈ કોરાટ યુવા ભાજપ ના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાત ની વિવિધ બ્લડ બેન્કો માં બ્લડ ની તંગી નો સર્જાય તેની ખાસ ચિંતા કરી અને દરેક જિલ્લા અને તાલુકા કેન્દ્રો પર હજારો રક્તદાન કેમ્પ ના આયોજન કરી અને બ્લડ બેંક માં બ્લડ જમાં કરાવ્યું છે જેથી લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ ને મુસીબત નો પડે ત્યારે રાજ્ય ના યુવાનો માં રાષ્ટ્ર ભકિત વધુ ઉજાગર થાય તેવા શુભ આશય થી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ ઉપરાંત બુલેટ સાથે કાળઝાળ ગરમી માં પણ સાથી કાર્યકર્તાઓ સાથે તિરંગા બાઈક યાત્રા તેઓની આગેવાની માં ગુજરાત ભર ના ખૂણે ખૂણે ફરી હતી.ડૉ પ્રશાંતભાઈ કોરાટ સરકારી યોજનાઓ નો લાભ છેવાળા ના લોકો ને આશાની થી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે હળવદ ખાતે ટૂંકા રોકાણ દરમિયાન કાર્યકરો સાથે મળી હળવાશ ની પળો માં રાષ્ટ્ર હિત ના કાર્યો વિશે ચર્ચા વિચારણા કરી હતી અને આટલી વ્યસ્તતા વચ્ચે પણ યુવા કાર્યકરો સાથે મુલાકાત બદલ યુવા કાર્યકરો એ ડૉ પ્રશાંતભાઈ કોરાટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!