મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી અંગે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિના કર્મચારીઓને સફાઈ કામગીરી માટેની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓને સેફટી અંગે સાધનો પૂરા પાડવા માટેની માંગ કરવામાં આવી છે. નગરપાલિકા ના વિસ્તારમાં સફાઈ કામગીરી સાથે જોડાયેલા અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો રાત દિવસ સાફ-સફાઈ ને કામગીરી કરે છે તેમની સલામતી અને સ્વાસ્થ્ય માટે સુરક્ષા સામગ્રી પૂરી પાડવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે જેમાં હાથના મોજા, પગ માટે બુટ, વોર્ડ નંબર 1 થી 13 ના આગેવાનો સાથે મિટિંગ કરાવી અનુસૂચિત સમાજના સફાઈ કામદારો સાથે યોગ્ય વર્તન કરવું તમે જરૂરી લાગે તો પોલીસ પ્રોટેક્શન આપવું, મોરબી નગરપાલિકાની અંદર આવેલા બિલ્ડીંગ પરનું બોર્ડ વૃક્ષોને કારણે દેખાતું ન હોય તેને કારણે પ્રજાજનોને મુશ્કેલી થતી હોય જાહેર બોર્ડ દેખાય રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા અને મોરબી નગરપાલિકામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ ના સ્ટેચ્યુની સફાઈ કરાવી તથા સમયાંતરે સાફ-સફાઈ જળવાઈ રહે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે..