મહર્ષિ દયાનંદ સરસ્વતી ૨૦૦ માં જન્મોત્સવ અને સ્મરણોત્સવ ત્રી દિવસીય કાર્યક્રમનું ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનું નિમંત્રણ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીને આપતા તેઓ ઉપસ્થિત રહેવાના હોવાથી મુખ્ય અતિથિના સ્થાને મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મોત્સવ અને સ્મરણોત્સવ કાર્યક્રમ ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે.
ટંકારા ખાતે આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ત્રી દિવસીય મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મોન્સવ અને સ્મરણોત્સવની જ્ઞાન,જ્યોત મહોત્સવની ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે કાર્યક્રમનો દેશના મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુજીએ સ્વીકાર કરતા ટ્રસ્ટ દ્વારા મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ૧૨ ફેબ્રુઆરીના દિવસે ઉપસ્થિત રહેશે તેવો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે કાર્યક્રમની તડામાર તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૨૩/૦૧/૨૦૨૪ના રોજ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડશે. તેમજ સમગ્ર કાર્યક્રમને લઇને ટંકારા પંથકમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કાર્યક્રમના આયોજકો દ્વારા દયાનંદનગરી ઊભી કરાઇ છે. જેમાં અલગ અલગ કમિટીઓ દ્વારા ત્રીજ હજાર જેટલા લોકો એકત્રિત થઈ કાર્યક્રમ માણી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.