મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામા આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મથક ગામની સીમમાં પ્રોહી. બુટલેગરના ગુન્હામાં અનેક વાર પોલીસ ચોપડે ચડી ચૂકેલ બે ભાઈઓને તલાટી દ્વારા નોટિસ પાઠવતા આજરોજ બંને એ ૪૫૦ ચોસર વાર જંત્રી મુજબ કિંમત રૂ.૩૦,૯૬૦ નું દબાણ તેમજ પાકી બનાવેલ ચાર દુકાનો અને કેબીનોનું જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા અને પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી, બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મથક ગામની હદ વિસ્તારમાં રોહિત વાઘજીભાઇ પરમાર તેમજ ચતુર વાઘજીભાઇ પરમાર વિરુધ્ધમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂના અને મારામારીના અનેક ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયા છે. જે બંને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો તેમજ કેબીન બનાવી હતી. જે બાબતે પ્રાથમિક તપાસ કરતા જમીન ખાલી કરાવવા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી.
જેને લઈને આજરોજ બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી ખાલી કરી આપી છે. જે સરકારી જમીન આશરે ૪૫૦ ચોરસ વાર હોય અને જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે ૩૦,૯૬૦ / નું દબાણ તેમજ પાકી દુકાનો ૪ બનાવેલ અને કેબિન રાખેલ જગ્યાનું ડિમોલિશન કર્યું છે..