શિક્ષણ વિભાગ, ગુજરાત રાજય તેમજ જીસીઇઆરટી, ગાંધીનગર પ્રેરિત ‘NIPUN BHARAT Mission’ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર-૧ ઝોનકક્ષા વાર્તા સ્પર્ધા (વાર્તા કથન ) – વર્ષ ૨૦૨૪-૨૫, વિભાગ – 2, પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ : 3 થી 5) માં વઘાસિયા પ્રાથમિક શાળા (તા. વાંકાનેર જી. મોરબી)ધોરણ – ૪ માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસ ફિરોઝભાઈ એ સમગ્ર સૌરાષ્ટ્ર-૧ ઝોન કક્ષામાં પ્રથમ નંબર મેળવી મેહવિસ માથકિયાએ પોતાના પરિવાર, શાળા, તથા વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.
મેહવિસ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-૧ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
મેહવિસ મુળ રાણેકપર તા. વાંકાનેર ગામની વતની છે.મેહવિસ ના મમ્મી વઘાસિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે તથા મેહવિસના પપ્પા ફિરોઝભાઈ યુ. માથકિયા મોરબી કલેકટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.ત્યારે તેમની પુત્રી સૌરાષ્ટ્ર ભરમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે જેને લઇને તેઓને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે અને મોરબી મીરર દ્વારા પણ તેઓને શુભકામના પાઠવવામાં આવે છે.