ગત તા. ૨૧ માં રોજ જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર માં ફરજ બજાવતા મોરબીના વતની પોલીસ કર્મચારી બ્રીજેસભાઈ લાવડિયા એ જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ચીકુ ના બગીચા માં ચીકુના ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી હતી જેથી આ આત્મહત્યા અધિકારીઓ ના માનસિક અને શારીરિક ત્રાસ ને કારણે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મામલે મોરબીમાં આહીર સમાજે હુંકાર કર્યો છે અને સમગ્ર ગુજરાત માંથી આહીર સમાજ ના આગેવાનો એકઠા થયા હતા અને આ મામલે કાર્યવાહી નહિ થાય તો દિલ્હી ,ગાંધીનગર અને ગુજરાત હાઇકોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી હતી.
પોલીસ જવાન બ્રિજેશ કાવડિયા ના શરીર પર લાકડી વડે માર મારતા ના નિશાન પણ જોવા મળ્યા છે તેમજ આ ઇજા ના નિશાન પીએમ રીપોર્ટ માં પણ નોંધ કરવામાં આવી છે અને પરીવારજનો એ આક્ષેપ કર્યો છે કે જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડીવાયએસપી કાપડિયા અને પીએસઆઈ ખાચર દ્વારા મૃતક પોલીસ જવાનને માર માર્યો છે અને તેના કારણે તેઓ માનસિક પડી ભાંગ્યા હતા અને મૃતક જવાને તેની આ આપવીતી તેના પુત્રને ફોન માં કહી હતી અને ત્યાર બાદ વંથલી ગામ નજીક ચીકુ ના ઝાડ પર લટકતી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ મુદ્દે મોરબીમાં કચ્છ ,જામનગર,રાજકોટ સહિતના જિલ્લાઓ માંથી આહીર સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે આ બન્ને અધિકારીઓ ડીવાયએસપી કાપડિયા અને પીએસઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ જૂનાગઢ પોલીસ દ્વારા હજુ સુધી નોંધવામાં આવી નથી અને જો આવતીકાલ સુધીમાં ફરિયાદ નોંધવામાં નહિ આવે તો આહીર સમાજ દ્વારા મોરબીના વવાણીયા થી લઈને જૂનાગઢ ના વંથલી સુધી રેલી કડવામાં આવશે તેમજ ગાંધીનગર સુધી પણ રેલી યોજવામાં આવશે.