વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં એક સાથે ૫,૦૦૦ જેટલી જગ્યા ઉપર લાઈવ પ્રસારણ કરી વર્ચ્યુઅલ માધ્યમથી નમો નવ મતદાતા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાને ૧૮ થી ૨૫ વર્ષના નવ મતદાતાઓને સંબોધન કર્યું હતું. જેનું પ્રસારણ મોરબી જિલ્લામાં પાંચ જગ્યાએ કરવામાં આવ્યું હતું.
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં એક સાથે ૫,૦૦૦ જેટલી જગ્યા ઉપર વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ મતદાતા સંમેલન યોજ્યું હતું. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના નવ મતદાતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પાંચ જગ્યાએ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતીયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ૫,૨૦૦ જેટલા નવા મતદાતાઓએ ભાગ લીધો હતો. જેમાં ટંકારા પડધરી વિધાનસભામાં એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાઈવ જોડવામાં આવ્યા હતા. જ્યાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, કે.એસ.અમૃતિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતીયા,હર્ષિત કાવર, હસુ હુબરિયા અને ધર્મરાજ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. મોરબી માળિયા મીયાણા વિધાનસભા કાર્યક્રમ નવયુગ સંકુલ, આર્યવ્રત કોલેજ, ભરતનગર ખાતે જે કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપ કંડિયા, હળવદ વિધાનસભામાં એ.પી.એમ.સી હળવદ ખાતે પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી જ્યારે વાંકાનેર વિધાનસભામાં સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ઉપસ્થિત રહયા હતા.