Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેરની ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા અશ્રુભીની વિદાય અપાઈ

વાંકાનેરની ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા અશ્રુભીની વિદાય અપાઈ

જ્યારે કોઈ પ્રિય શિક્ષકની શાળામાંથી વિદાય થાય છે, ત્યારે તે વિદાય માત્ર વ્યવસ્થાકીય મુદ્દો નથી, પરંતુ સંસ્થાના દરેક સભ્યના દિલમાં વિશેષ સ્થાન ધરાવતી યાદોને સજીવન કરી જાય છે.

- Advertisement -
- Advertisement -

એ શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીશીલતા. શિક્ષણ પ્રત્યેનો સમર્પણભાવ અને સહકર્મચારીઓ સાથેની માનવીયતાથી ભીંજાયેલા સંબંધો જ તેમને અનમોલ બનાવે છે. ત્યારે વાંકાનેરની ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયા દ્વારા આંખુના ભીના ખૂણા સાથે ભાવ વિભોર વિદાઇ અપાઈ હતી.

ગઈકાલે તા.૧૩/૧૨/૨૦૨૪ને શુક્રવારના રોજ ભીમગુડા પ્રાથમિક શાળાનાં પૂર્વ આચાર્ય શ્રાકેશભાઈ રાઠોડ તથા શિક્ષક શ્દાનાભાઈ મેવાડાનો ભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયો હતો.

જે કાર્યક્રમ નિમિતે મુખ્ય અતિથી વિશેષ તરીકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તા.પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ વિંજવાડિયા, બી.આર.સી. મયૂરસિંહ પરમાર, તા.શાળા આચાર્ય, કિશોરભાઈ સરવૈયા, SMC અધ્યક્ષ હકાભાઇ મુંધવા, પેટા તાલુકા શાળાના આચાર્યો, ભૂતપૂર્વ શિક્ષકો, હાજર રહેલ ગ્રામજનો, શાળાના શિક્ષકો, બાળકો તથા શાળાના આચાર્ય રાહુલભાઈ પ્રજાપત દ્વારા ભવ્યથી અતિભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયેલ હતો. તથા નવનિર્મિત બિલ્ડીંગ અને કમ્પ્યુટર લેબનું ઉદઘાટન વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!