Thursday, January 9, 2025
HomeGujaratટંકારામાં સંભવિત લવજેહાદ મામલે સજ્જડ બંધ પાડીને રેલી યોજવાનો કાર્યક્રમ મોકૂફ

ટંકારામાં સંભવિત લવજેહાદ મામલે સજ્જડ બંધ પાડીને રેલી યોજવાનો કાર્યક્રમ મોકૂફ

ટંકારામાં એક યુવતીને વસીમ ખલીફા નામનો વિધર્મી યુવક ભગાડી જતાં લવ જેહાદ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ સાથે આજે ટંકારા પોલીસને આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં હવે આગામી સમયમાં સંભવિત બનાવ બનતા અટકે તે માટે ટંકારા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવતીકાલે તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ સજજડ બંધ નુ એલાન આપીને રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.જે મામલે ડીવાયએસપીએ તાબડતોબ ટંકારા દોડી જઈને કડક કાર્યવાહી ની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરા આયોજન અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે આવતી કાલે ૧૮ સપ્ટેમ્બર ને સોમવારે સવારે ૧૦ વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ રેલી યોજી મામલતદાર ટંકારા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે.જે મામલે પોલીસ દોડતી થઈ હતી અને ડીવાયએસપી એ તાબડતોબ ટંકારા ખાતે પહોંચી ને સમસ્ત હિન્દૂ સમાજ સાથે બેઠક યોજી હતી અને હાલમાં જે યુવતી નું અપહરણ વિધર્મી યુવક દ્વારા કરવામાં આવ્યું છે તેને શોધી પરિવારને સોનોવામાં આવશે અને આરોપી પર કડક કાર્યવહી કરવાની ડીવાયએસપી એ બાહેંધરી આપતા સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા સજ્જડ બન્ધ અને રેલીના કાર્યક્રમ ને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!