હળવદ તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. સ્થાનિક લોકોને પરિવહન સુવિધા સરળતાથી મળે તે માટે હળવદના રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેન પસાર થાય છે. ત્યારે રેલ્વે લેવલ ક્રોસિંગ ફાટક નંબર-66/Aને તાત્કાલિક સમારકામ માટે બંધ રાખવા હળવદ રેલ્વેનાં જુનિયર એન્જિનિયર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ-સુખપુર વિભાગમાં આવતી હળવદ-ટીકર રોડ પર આવેલ રેલ્વે લેવલ ક્રોસિંગ ફાટક નંબર-66/Aનો ગેટ આગામી તા.29/01/2024 ના રોજ સવારે 08:00 થી 31/01/2024 સાંજના 20:00 વાગ્યા સુધી ઈમરજન્સી રિપેર કાર્ય માટે રોડ વાહનની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ ગેટનું ઓવરહોલિંગ 12/01/2024 થી 14/01/2024 દરમિયાન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમયગાળા દરમિયાન, માર્ગ વાહનની અવરજવર માટેનું ડાયવર્ઝનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હળવદ-ભવાનીનગર ધોરા ફાટક પરથી લોકો જય શકશે. ત્યારે આ ગેટ પરથી પસાર થતા રોડ વાહનોને એલસી 65 પરથી ડાયવર્ટ કરવામાં સહકાર આપવા લોકોને હળવદ રેલ્વેનાં જુનિયર એન્જિનિયર દ્વારા અપીલ કરવામાં આવી છે.