મોરબી જિલ્લાના વાંકાનેર ના રાજવી પરિવારના મહારાણા કેસરી દેવ સિંહ ઝાલા નુ નામ રાજ્યસભા ના ઉમેદવાર તરીકે જાહેર થતાની સાથે જ મોરબી સહિત સમગ્ર ગુજરાત ભાજપમાં સર પ્રાઇઝ જેવો માહોલ સર્જાયો છે.પરંતુ આ જે લોકો ભાજપ ના કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયથી સરપ્રાઇઝ થયા છે તેઓ મહારાણા કેસરી દેવ સિંહ અને તેમના પરિવાર ની રાજકીય કારકિર્દી ભૂલી ગયા છે પરંતુ ભાજપના કેન્દ્રિય નેતૃત્વ એ વાંકાનેર રાજવી પરિવાર ની રાજકીય કારકિર્દી તેમજ સામાજિક કામોને લઈને ન્યાય સંગત નિર્ણય લીધો છે.અને અધૂરો ઘડો વધુ છલકાતો હોય છે પરંતુ વાંકાનેર માં રાજવી કેસરિદેવ સિંહ વધુ પડતા મૌન સ્વરૂપે જ જોવા મળ્યા છે.જેથી ગુજરાત ભાજપ ના નેતાઓએ કદી નહિ વિચાર્યું હોય કે કેસરીદેવસિંહ ના નામની રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત થશે.કેમ કે પૂરો ભરેલો ઘડો કોઈ દિવસ છલકાતો નથી એ યુક્તિ મહારાણા કેસરીદેવસિંહ એ સાર્થક કરી બતાવી છે.
વાંકાનેર ના રાજવી કેસરી દેવ સિંહ ઝાલા ના પિતા સ્વ.દિગ્વિજય સિંહ ઝાલા ઇન્દિરા ગાંધી સરકારમાં પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે.અને ભારત દેશના સૌથી પેહલા પર્યાવરણ મંત્રી તરીકે તેઓનું નામ બોલે છે.કેમ કે ભારત સરકારમાં પર્યાવરણ મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌ પ્રથમ મંત્રી તેઓ રહ્યા હતા.તેમજ સુરેન્દ્ર નગર લોકસભા માં પણ તેઓ સતત બે ટર્મ એટલે કે .દસ વર્ષ સુધી સાંસદ રહ્યા હતા.
હવે વાત કરી હાલમાં જાહેર થયેલ રાજ્યસભાના ઉમેદવાર કેસરી દેવ સિંહ ની તો કેસરી દેવ સિંહ વર્ષ ૨૦૧૧ માં ભાજપમાં જોડાયા હતા.અને તેઓને ભાજપમાં આવકારવા માટે તે સમયના ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ખુદ વાંકાનેર આવ્યા હતા.અને આ સભામાં સૌરાષ્ટ્ર ના સહિત ૨૬ જેટલા રાજવીઓ હાજર હતા.અને તમામ રાજવીઓએ તે સમયે નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન તરીકે જોવાની આશા વ્યક્ત કરી હતી અને બાદમાં એ આશા પૂર્ણ થઈ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.
ગત વિધાનસભાની ચુંટણીમાં વાંકાનેર કુવાડવા બેઠક પરથી ટિકિટ મેળવવા માટે કેસરીદેવસિંહ ઝાલાએ પ્રયાસો કરેલા પરંતુ ટિકિટ મળી નહિ જો કે તેમના નસીબ માં વાંકાનેર નહિ પણ સૌરાષ્ટ્ર ના નેતૃત્વ કરવાનું લખ્યું હતું .તેઓને વિધાનસભાની ટિકિટ મળી નહિ પરંતુ નિરાશ અને નારાજ થવાને બદલે તેઓ વાંકાનેર કુવાડવા સિટ પર ભાજપને જીત અપાવવા સતત સક્રિય રહ્યા અને તનતોડ મહેનત કરી અને સંયુક્ત મહેનત ના પરિણામ સ્વરૂપે વર્ષોથી કોંગ્રેસ ના કબજા વાળી વાંકાનેર કુવાડવા બેઠક પર ભાજપ ની જીત થઈ.તેમજ પરિણામ આવ્યા બાદ પણ કેસરીદેવ સિંહ ઝાલા તરફથી કોઈ નારાજગી વ્યક્ત કરતું નિવેદન સામે આવ્યું નથી.અને ધીરજ રાખી અને એ ધીરજ નુ ફળ તેઓને ગઇકાલે મળ્યું અને તેઓને રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી.
વાંકાનેર રાજવી પરિવારનો આવો રાજકીય ઈતિહાસ હોવા છતાં તેઓ જાહેરમાં મોટપ કરવાથી કે દેખાડવા થી અને વિવાદોથી ખાસ્સુ અંતર જાળવ્યું છે.અને આ જ કારણ થી ગુજરાત ભાજપ ના રાજકીય આલમને કેન્દ્રીય નેતૃત્વ ના નિર્ણય થી સરપ્રાઇઝ મળ્યું છે.