Saturday, January 11, 2025
HomeGujaratવનરક્ષકના રાજકોટ મોરબી જિલ્લા યુનિયન દ્વારા વૃક્ષારોપણ કરી તેમજ ગ્રીન પટ્ટી ધારણ...

વનરક્ષકના રાજકોટ મોરબી જિલ્લા યુનિયન દ્વારા વૃક્ષારોપણ કરી તેમજ ગ્રીન પટ્ટી ધારણ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો

રાજકોટ-મોરબી જીલ્લા વનરક્ષક/વનપાલ યુનિયન ના પ્રમુખ અરવિંદ ડાંગર તેમજ મહામંત્રી વિજયદાન ગઢવી એ મીડીયા સમક્ષ સરકાર ને ચેતવણી આપતા કહ્યું કે જો ટૂંક સમય માં હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ઉપવાસ પર ઉતરી જઈશું

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વનરક્ષક/ વનપાલ તારીખ ૦૬/૦૯/૨૦૨૨થી અચોક્કસ મુદતની રજા ઉપર છે ત્યારે આજ દિન સુધી વનરક્ષકો ની પડતર માગણીઓનો કોઈ સુખદ નિરાકરણ ના આવતા રાજ્યના સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ૭૨ વૃક્ષો વાવી સંદેશ પહોંચાડવાના કાર્યક્રમ યોજાયા હતા.

જેના અનુસંધાને આજ રોજ રાદરડા નર્સરી રાજકોટ ખાતે રાજકોટ/મોરબી જિલ્લા વનરક્ષક/ વનપાલ કર્મચારી મંડળ દ્વારા માનનીય વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે ૭૨ વૃક્ષ વાવી વૃક્ષને લીલી પટ્ટી બાંધી તેમજ દરેક કર્મચારીઓ ખાખી પેન્ટ અને વાઈટ ટીશર્ટમાં લીલી પટ્ટી ધારણ કરી મંડળની માગણીઓ સૂત્રોચાર સાથે પ્રધાનમંત્રીને શુભસંદેશ સાથે પોતાની માગણીઓથી અવગત કરવા તેમજ સત્વરે સ્વીકારવા અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા મજબૂર ન કરવા વિનંતી સહ સંદેશ પહોચાડવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રાજકોટ/મોરબી જિલ્લાના વનરક્ષક/વનપાલ યુનિયનના પ્રમુખ અરવિંદ ડાંગર તેમજ મહામંત્રી વિજયદાન ગઢવી તેમજ ખજાનચી અશ્વિન નકુમ, તેમજ રાજકોટ/મોરબી જીલ્લા ના સમગ્ર વનપાલ/વનરક્ષકો ઓએ હાજરી આપી ઉગ્ર વિરોધ કરતા સુત્રોચાર કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!