મોરબીમાં રાજપૂત સમાજની વાડી નિર્માણ માટે તા.૨૯ જાન્યુઆરીના રોજ રાજપૂત સમાજની મીટીંગ મળી હતી. જે મીટીંગમાં મોરબીના રાજવી પરિવારના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજવી પરિવારના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટીંગમાં રાજવી પરિવારે રાજપૂત સમાજ વાડી નિર્માણ માટે 6 વીઘા જમીન અર્પણ કરી હતી.
મોરબીમાં રાજપૂત સમાજની મિટિંગમાં મોરબી રાજવી પરિવાર દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની સ્મૃતિમાં મોરબીના મણી મંદિર સામે સ્મારક બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. રાજપૂત સમાજની વાડી માટે છ વીઘા જામીન ફાળવતા મોરબીના રાજપૂત સમાજ દ્વારા મોરબી રાજવી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે રાજવી પરિવારના મીરા બાપા સહિતના સદસ્યો,રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા તેમજ પ્રાંત અધિકારી ડી. એ.ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા…