મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની જગ્યા ભરવાની થતી હોવાથી ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે.. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ કચેરી, રચના સોસાયટી, બ્લોક નં.૨૨/એ, શોભેશ્વર રોડ, મોરબીના સરનામે તારીખ 25/09/2023 સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પૂરાવા સાથે મોકલી આપવાની જાહેરાત કરાઈ છે.
જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની જગ્યા ભરવાની થતી હોવાથી ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે. જે અંગેની વધુ માહિતી મેળવવા હોમગાર્ડઝની વેબસાઇટ homeguards.gujarat.gov.in નો સંપર્ક કરવા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબી પી.એ.ઝાલાએ જણાવ્યું છે.