મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે છેલ્લા સાડા ચાર વર્ષથી ફરજ બજાવતા અને મુળ મહિસાણાનાં વતની ભરતભાઈ રાવલ આજે તારીખ ૩૦/૬/૨૦૨૧ બુધવારનાં રોજ વયનિવૃત્ત થતાં સ્ટાફમિત્રો દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી કોરોના ગાઈડલાઈન્સને અનુસરીને સંપુર્ણ સાદગીપુર્વક શ્રીફળ અને સાકળ આપી સાલ ઓઢાડી વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રીન્સીપલ ડિસ્ટ્રિક્ટ જજ ઓઝા સાહેબ, બાર એસોસિયેશન પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા, મહામંત્રી મહિધરભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતાં.