Wednesday, October 30, 2024
HomeGujaratઅગાઉના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ રીક્ષાચાલકને ઢીબી નાખ્યો

અગાઉના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ રીક્ષાચાલકને ઢીબી નાખ્યો

વાંકાનેર તાલુકાના માટેલ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રીક્ષાચાલકને બે શખ્સોએ ઢીબી નાખ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાધાર ખાતે રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા દીપકભાઇ વાઘજીભાઇ છત્રોટીયા (ઉવ.૩૨)ની પત્નિ સાથે આરોપી શક્તિ ઉર્ફે સતીષ અશોકભાઇ ચૌહાણને અગાઉ ઝઘડો થયેલ હતો જેનું મનદુઃખ રાખી અશોકભાઇ લાખાભાઇ ચૌહાણ અને શક્તિ ઉર્ફે સતીષ અશોકભાઇ ચૌહાણેએકબીજાની મદદગારી કરી દીપકભાઇ સાથે બેફામ વાણી વિલાસ આચરી તેઓને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત લોખંડનો પાઇપ ફટકારતા તેઓને જમણા પગમાં ફેક્ચર જેવીઇજા પહોંચી હતી જેથી દિપકભાઈ એ આ બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!