અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકો: વેલી તકે રોડ બનાવવા લોકોની માંગ
હળવદ તાલુકાના કડીયાણા થી માથક ગામે જવાનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય જેને કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે જેથી લોકો માંગ કરી રહ્યા છે કે ચોમાસું બેસે તે પહેલા રોડનું કામ કરવામાં આવે તે જરૂરી છે
પાછલા ઘણા સમયથી કડીયાણા થી માથક ગામ જવાનો રોડ બિસ્માર હાલતમાં હોવા છતાં સમારકામ માટેની કામગીરી ન થતા હાલ આ વિસ્તારની પ્રજા ઉબડખાબડ માર્ગ પરથી પસાર થતા અકસ્માતનો ભોગ બની રહી છે જેને કારણે લોકો ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે
વધુમાં ગામના યુવાનો જણાવી રહ્યા છે કે આ માર્ગ પરથી ડંમ્પર પસાર થતા હોવાને કારણે આ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.જો અત્યારે રોડનું કામ યોગ્ય કરવામાં નહીં આવે તો ચોમાસામાં આ રોડ પરથી પસાર થવું ભારે મુશ્કેલ થઈ પડશે જેથી વહેલી તકે રોડનું કામ કરવામાં આવે તેવી માંગ છે રોડનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને અને નેતાઓને રજૂઆત કરી ગામલોકોને માથાનો દુઃખાવો બનીગયેલા રોડના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી ગ્રામજનોની ની માગણી ઉઠવા પામી છે.કડીયાણા થી માથક જવાનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાના કારણે ગ્રામજનો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ઇમરજનસી હોસ્પિટલ ના કામમાં પણ ભારે તકલીફ પડે છે,તો તાત્કાલિક ધોરણે રાજકીય આગેવાનો અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં જાગી તાત્કાલિક ધોરણે અતી બિસ્માર રોડની હાલત માં સુધારો કરાવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.