મોરબી જિલ્લામાં અકસ્માતની ગોઝારી ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકો કાળનો કોળિયો બની ગયા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મોરબી જેતપર રોડ પર આવેલ સીરામીકના કારખાના નજીક ડમ્પરની ઠોકરે બાઈક ચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકા પોલીસ મથકથી 13 કિમિ દૂર આવેલ મોરબી જેતપર રોડ પરના સનફેમ સિરામિક કારખાનાના નજીક ડમ્પર રજી નં. GJ-36-T-7073 ના ચાલકે અડેધાડ ડમ્પર પુરપાટ વેગે ચલાવી નરેન્દ્રભાઇ ઇશ્વરભાઇ રાજપરા (ઉ.વ. ૪૬)ના બાઈક રજી નં. GJ-36-C-9733 ને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરનો ઝોટો ફરી જતા નરેન્દ્રભાઇનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જે ઘટનાને પગલે મૃતકના કૈાટુબીક ભાઇ બેચરભાઇ કાનજીભાઇ રાજપરા (ઉ.વ.૩૨ રહે. ઘુંટુ રોડ, હરીઓમ પાર્ક સોસાયટી તા.જી.મોરબી)એ મોરબી તાલુકા મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ IPCક.૨૭૯, ૩૦૪(અ)તથા MV Act ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ફરિયાદ નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- મોરબી બગથળા રોડ પરના નાની વાવડી નજીક ડમ્પર એસટી બસ વચ્ચે અકસ્માત
મોરબી જિલ્લામાં અકસ્માતના અન્ય એક કેસમાં મોરબી બગથળા રોડ પર આવેલ નાની વાવડી ગામ નજીક ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં દેવ ફન વલ્ડ નજીક ટ્રક ડમ્પર નંબર- જી-જે-૩૬-વી- ૭૪૩૯ ના ચાલકે ડમ્પર અડેધડ ચલાવી એસ.ટી.બસ નંબર-જી.જે-૧૮-વાય-૫૧૯૩ને ઠોકરે લેતા અકસ્માત થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.અકસ્માત બાદ ડમ્પર ચાલક નાશી છુંટતા એસટી બસના ચાલક ભીખાભાઈ રાયધનભાઈ વીરડા (ઉ.વ-૩૯ રહે-સોનગઢ ગામ તા.માળીયા (મી) જી-મોરબી)એ મોરબી તાલુકા મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.