ચોમાસાની સિઝન શરુ થતા જ રોડ રસ્તાઓ તુટી જાય છે. રસ્તાઓ પર ખાડા પડી જાય અથવા તો રસ્તાનુ ધોવાણ થઈ જાય છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. જો વાહન ચલાવતા ધ્યાન હટ્યુ તો મુશ્કેલી વધી જાય છે. વાહનોને નુકસાન થાય છે. ત્યારે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન ફાટક પાસે રસ્તાની બદતર હાલતથી સ્થાનિકો પરેશાન થયા છે. અને આ રસ્તાની તાત્કાલિક ધોરણે મરામત કરાવવા માંગ કરવામાં આવી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે રસ્તાઓને ભારે નુકસાન થતું હોય છે. ત્યારે આવી જ કંઈક હાલત મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન ફાટક પાસે પસાર થતા માર્ગની થઈ આ રસ્તાની ખરાબ હાલાતના કારણે વાહન ચાલકોને ભારે નુકશાની વેઢવાનો વારો આવ્યો છે. ત્યારે આ રોડ ઉપર અગણિત ખાડાથી અકસ્માતનો પણ ભય સર્જાતો હોય છે. ત્યારે મહાનગરપાલિકા ભિતડા રંગીને વિકાસના ગાણા ગાવા કરતા માર્ગની મરામત કરાવી કમરતોડ ફટકાથી બચાવવા રહિશો દ્વારા માંગણી કરવામાં આવી છે.