રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર નેશનલ હાઇવે એટલે કે નર્સરી થી પાડધરા, પલાસ, વિડી, જાંબુડીયા સુધીના ૨૪ કિલોમીટર રસ્તાને ૭ કિલો મીટર રસ્તાને ૫૭ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે જે બદલ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો….
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબીના વાંકાનેર, પલાસ, માથક સહિતનો ૨૪ કિલોમીટર રોડ ૭ મીટર પહોળાઈ સાથે મંજૂર કરવામાં આવ્યો છે. વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈ વાંકાનેર નેશનલ હાઈવે નર્સરી થી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધી નો આશરે ૨૪ કિલોમીટરનો રસ્તો ૭ મિટર પહોળાય સાથે ૫૭ કરોડનાં ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. જે રોડ મજૂર કરવામાં આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય દ્વારા આભાર માનવામાં આવ્યો છે. જે રસ્તો મંજુર થતાની સાથે જ વાંકાનેરથી હળવદ આવતા જતા લોકોને રાહત મળી રહેશે. કેમ કે વાંકાનેર અને હળદરને જોડતો પણ મુખ્ય માર્ગ છે જે મંજૂર થતાં પંથકના લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે…