ગઈકાલે રાજકોટ ની હોટલ માં પકડાયેલા જુગારધામ માં 10 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા.અને પોલીસ દ્વારા 10 લાખ રોકડ સહિત 35 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.હોટલ નો રૂમ.નં.605 માં ચાલતા આ જુગાર ધામ માં તમામ લોકો આઇડી પ્રુફ આપ્યા વગર દાખલ થયા હતા જોકે નિયમ મુજબ તમામ હોટલ માં રોકાતા વ્યક્તિઓ ના આઇડી પ્રુફ ની નકલ લેવી ફરજીયાત છે એટલે આ બાબત માં હોટલ નો સ્ટાફ પણ પોલીસ ના શંકા ના દાયરા હેઠળ છે.આ રૂમ શોહિલ કોઠીયા ના નામ થી બુક થયો હતો અને એક રૂમ માં 10 લોકો ની એન્ટ્રી અને એ પણ આધાર પુરાવા વગર કઈ રીતે આપવામાં આવી હાલ પોલીસ આ મુદ્દે પણ તપાસ કરી રહી છે.જુગાર ધામ માં ઝડપાયેલા શખ્સો નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા ઉ.વ. ૩૩, (રહે રાતૈયા તા. લોધીકા જી. રાજકોટ), મનીષભાઇ રસીકભાઇ સોંડાગર (મીસ્ત્રી) (ઉ.વ. ૪૦, રહે. મવડી હેડ કવા. પાસે, અંબીકા ટાઉનશીપ, જીવરાજપાર્ક, વસંતવાટીકા એપાર્ટમેન્ટ બી/૧૦૧ રાજકોટ),વિપુલભાઇ કાન્તીભાઇ બેચરા (પટેલ) (ઉ.વ. ૪૫, રહે. સાધુવાસવાણી રોડ, કોપર સ્ટોન એપાર્ટમેન્ટ ફલેટ નં. સી/૧૦૨ રાજકોટ), રસીકભાઇ દેવજીભાઇ ભાલોડીયા (પટેલ) (ઉ.વ. ૪૩, રહે. રવાપર, શ્રીજી એસ્ટેટ મોરબી),રાજનભાઇ દિલીપભાઇ મહેતા (વાણીયા) (ઉ.વ. ૪૩, ધંધો. વેપાર રહે. મીલપરા શેરી નં. ૭/૨૦ ‘‘અરિહંત’’ રાજકોટ), ભરતભાઇ મગનભાઇ દલસાણીયા (પટેલ) (ઉ.વ. ૪૨, રહે. રવાપર રોડ, સાનીધ્ય પાર્ક, સીલ્વર હાઇટસ એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૫૦૩ મોરબી), કરણભાઇ ઓઘડભાઇ પરમાર (ગમારા) (ભરવાડ) (ઉ.વ. ૩૩ રહે. આજીડેમ ચોકડી, માનસરોવર પાર્ક પાસે, સત્યમપાર્ક શેરી નં. ર રાજકોટ), કમલેશભાઇ દયાલજીભાઇ પોપટ (લોહાણા) (ઉ.વ. ૫૩, રહે. યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક, મીલાપનગર શેરી નં.૧, ‘‘જીવતી કુંજ’’ રાજકોટ), અરવીંદભાઇ વશરામભાઇ ફળદુ (પટેલ) (ઉ.વ. ૪૧, રહે. બાલાજી હોલ, બેકબોન સોસાયટી મેઇન રોડ, ‘‘ડાયમંડ’’ રાજકોટ), પ્રદિપભાઇ ધીરૂભાઇ ચાવડા (ઉ.વ. ૨૯ ધંધો. વેપાર રહે. મેટોડા જી.આઇ.ડી.સી. ગેટ નં. ૧, સફર સ્વીટ એપાર્ટમેન્ટ, બ્લોક નં. બી/૪૦૨ રાજકોટ) પર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ તો મોરબી ની પ્રજા મોજીલી છે પછી એ લોકડાઉન માં સેવા હોય કે શહીદો માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય કે પછી પાકિસ્તાન ને આપણા દેશ ની એકતા નો પરચો બતાવવા નો હોય દરેક બાબત માં મોરબી હરહંમેશ સમગ્ર દેશ માં અગ્રેસર અને અડીખમ રહ્યું છે ત્યારે હવે આ રીતે મોરબી નું નામ આવી રહ્યું છે તો મોરબી ના લોકો એ આ બાબત ની ગંભીર નોંધ લેવી જરૂરી બની ગઈ છે.