કોરોનાની ત્રીજી લહેરનાની સંભવિત આગાવી વચ્ચે મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હળવદ પાલિકામાં વેકસીનના બનેં ડોઝ લેનારને જ પ્રવેશ દેવામાં આવશે. તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના રાક્ષસ સામે લડવા રસી અગત્યનો ભાગ ભજવતી હોવાથી રસી લેવા અંગે તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં હળવદ નગરપાલિકા કચેરીમાં પણ રસી પ્રમાણપત્ર ફરજીયાત કરાયું છે.પાલિકાના સફાઈ કર્મચારી, નગરપાલીકા કર્મચારી સહિત દરેકને રસીના બન્ને ડોઝ ફરજિયાત કરાયા છે.આ નિર્ણય અંગે હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપ ઝાલાએ જણાવ્યું હતું કે કોરોનાના કેસો વધતા ફરજિયાત વેકસીન અંગેના નિયમની આજથી જ કડક અમલવારી ચાલુ કરવામાં આવી છે.