Saturday, October 12, 2024
HomeGujaratસંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા પ્રથમ વર્ષ માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ...

સંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા પ્રથમ વર્ષ માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું કરાયું આયોજન

માતાના મઢ કચ્છમાં બિરાજમાન માં આશાપુરાના દર્શન કરવા લોકો દૂર દૂરથી પદયાત્રા કરીને જતાં હોય છે. ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવાભાવી લોકો અને સંસ્થા દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવતા હોય છે. ત્યારે માતાના મઢ જતાં પદ યાત્રીઓ માટે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન પ્રથમ વર્ષે સંગમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા પદયાત્રીઓને આમંત્રણ પાઠવ્યું છે.

- Advertisement -
- Advertisement -

માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજીના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જતાં હોય છે ત્યારે સંગમ ફાઉન્ડેશન દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 24/9/2024 થી ઉમા રિસોર્ટની બાજુમાં જુના RTO ની સામે મોરબી ખાતે શુભારંભ થશે. જેમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, સરબત, નાસ્તો, રહેવા, મેડિકલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ લેવા સંગમ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓને વિનંતી કરવામાં આવી છે. જેની વધુ માહિતી માટે મોબાઇલ નં. 8306914014, 96875 35939, 99255 65508 પર સંપર્ક કરી શકાય છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!