ઇન્ટર નેશનલ હુમન રાઇટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવાએ મોરબીના નવનિયુક્ત મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેને પત્ર લખી મોરબીના પ્રથમ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળવા બદલ અભિનંદન પાઠવી મોરબીની જનતાના કામ થાય તેવી માંગ કરાઇ છે.
ઇન્ટર નેશનલ હુમન રાઇટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવાએ મોરબીના નવનિયુક્ત મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેને પત્ર લખી મોરબીના જનતાના પ્રશ્નોના નિરાકરણ થાય અને અનેક અટકેલા કામો થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. તે ઉપરાંત મોરબી સમગ્ર ભારતમાં સોથી વધુ સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન કરે છે. દેશને વિદેશ હુંડીયામણ કમાવી આપનાર તેમજ માતબર રકમનો ટેક્ષ ભરનાર મોરબી છે. તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લાખો લોકોને રોજી રોટી પૂરી પાડી રહ્યું છે. તેમજ પહેલા મોરબી શહેર સૌરાષ્ટ્ર પેરીસની ઉપમા ધરાવતું હતું તે આજે ગુજરાત ભરમાં સૌથી વધુ ધૂળિયા શહેર તરીકે પ્રખ્યાત છે તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે મોરબીના લોકો અનેક પ્રશ્નોથી પીડાય રહયા છે. જેથી મોરબીમાં વ્યવસ્થિત સફાઈ થાય, કાયદાનો કડક રીતે અમલવારી થાય, કર્મચારીઓ સારી રીતે કામ કરે અને લોકો પણ કાયદાના દાયરામાં રહે, મોરબીની ભૂગર્ભ ગટર વ્યવસ્થામાં નિયમિત સફાઈ થાય mતેમજ સારી રીતે ભૂગર્ભ ગટર ચાલે, લોકોને રોડ ઉપર ગટરના પાણી ન નડે તેવી વ્યવસ્થા થાય, મોરબી mના રોડ રસ્તાઓ સારા, ટકાઉ બને, તેમાં ભ્રષ્ટાચાર ન થાય, મોરબીમાં રખડતા ઢોર નો ત્રાસ કાયમી ધોરણે દુર થાય, લોકોને પીવા લાયક પુરતું પાણી નિયમિત મળે, સ્ટ્રીટ લાઈટો નિયમિત થાય અને સારી રીતે કામ કરે, ટ્રાફિકની સમશ્યાનું કાયમી નિરાકરણ થાય, ભ્રષ્ટાચાર મુકત વ્યવસ્થા અને સમયસર ફરિયાદનો નિકાલ થાય તે ઉપરાંત વિકાસ માટે ઘણું બધું કરવાનું થઇ શકે તેમ છે. તેથી સૂચનને સકારાત્મક તરીકે લઇને યોગ્ય કામો થાય અને મોરબીની જનતાને શાસનનો સારો અનુભવ થાય તેમજ ફાયદો થાય તેવી આશા વ્યક્ત કરી છે.