આજે રક્ષાબંધન છે. ભાઈ બહેનનો દિવસ. આખું વર્ષ મીઠી લડાઈ-ઝઘડો કર્યા બાદ એક દિવસ એવો આવે છે જે ભાઈ-બહેનના પ્રેમનો દિવસ છે. આજે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે મોરબી જિલ્લા પોલીસની શી ટીમ દ્વારા સિનિયર સિટીઝનને રાખડી બાંધવામાં આવી હતી .એકલા રહેતા સીનીયર સિટીઝન ને તહેવારો પર એકલ પનું ન અનુભવાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.તેઓની મદદ માટે અને રક્ષણ માટે મોરબી પોલીસ હરહંમેશ તૈયાર છે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રહેલા સિનિયર સિટીઝન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. મોરબી જિલ્લાભરમાં દરેક પોલીસ સ્ટેશનમાં આ ઉજવણી કરવામાં આવી હતી. તેમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.