મોરબી જિલ્લાના સિલીકોસિસ પીડિત સંઘ દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ સુપરિન્ટેન્ડેન્ટ, સીવીલ હોસ્પિટલને આવેદનપત્ર પાઠવી સીલીકોસીસ દર્દીઓને થકી મુશ્કેલી અંગે રજૂઆત કરાઇ હતી. સિલિકોસિસ પીડીત સંઘના પ્રમુખ દ્વારા સીલીકોસીસ દર્દીઓ સાથે ગેરવર્તન ન થાય તેનું ધ્યાન રાખવા તથા સીલીકોસીસ પીડીતોને વિનામૂલ્યે તમામ દવા મળી જાય તેવી વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરાઈ હતી.
મોરબી જિલ્લા સિલિકોસિસ સંઘ દ્વારા મોરબી સિવિલ સુપ્રિટેન્ડેન્ટને સિલિકોસિસ દર્દીઓન પડતી મુશ્કેલી બાબતે આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં સીવીલ હોસ્પિટલમાં દવાની અછત હોય ત્યારે બહારથી દવા ખરીદી લેવા માટે લખી આપવામાં આવે છે પણ દર્દી પાસે પૈસા ન હોય તો એ દવા ખરીદી શકતો નથી. એ દવા લીધા વગર જ ઘરે પરત જાય છે અને દવા વગર હેરાન થાય છે. એ પોતાની વ્યથા કોઇને કહી શકતો નથી. ત્યારે દર્દીઓ માટે દવાની યોગ્ય સમયે વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. સાથે જ સીલીકોસીસ મૃત્યુ સહાય યોજના બાબતે મુશ્કેલીને લઈ માંગણી સાથે આવેદન પત્રના માધ્યમથી રજૂઆત કરાઈ હતી જેમાં દરેકને સીલીકોસીસ રોગની સારવાર વીનામૂલ્યે મળે તેમજ અન્ય તમામ સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે ઓળખ કાર્ડ કાઢી આપવા, સરકારી મૃત્યુ સહાયનો દાવો કરતી વખતે તંત્ર દ્વારા સીલીકોસીસ દર્દીઓને હેલ્થ કાર્ડ રજૂ કરવાનું કહે છે તો તે હેલ્થ કાર્ડ પણ કાઢી આપવા, મોરબી સીવીલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની વ્યવસ્થા કરો જેથી દર્દીઓનું સીટી સ્કેન માટે બહાર જવું ન પડે, મોરબી સીવીલ હોસ્પિટલમાં એક્સ-રે હાર્ડ કોપી આપવામાં આવે, રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે એક્સ-રેની હાર્ડ કોપી આપવામાં આવે છે તેમજ મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ દર્દીઓને સર્ટીફીકેટ કાઢી આપવામાં આવે જેમ રાજકોટમાં કાઢી આપવામાં આવે છે તેવી લેખિત રજૂઆત સાથે માંગણી કરવામાં આવી હતી.