Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં તંત્રના પાપે લાયન્સનગર ગંદકીમાં ગળાડૂબ

મોરબીમાં તંત્રના પાપે લાયન્સનગર ગંદકીમાં ગળાડૂબ

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ લાયન્સનગરમાં નગરમાં ટીપરવાન ન આવતી હોવાથી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંદ ખડકાયા હોવાની રાવ ઉઠી છે. ગંદકીને પગલે વિસ્તારવાસીઓના આરોગ્ય પર ખતરો ઝળુંબતો હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ ગાઢ નિંદ્રામા પોઢી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી જણાવ્યું કે વોર્ડ નં.11 ના છેવાડાના વિસ્તાર લાયન્સનગરમાં છેલા કેટલાક સમયથી ગંદકીની સમસ્યા માથું ઊંચકી રહી છે. તંત્રની કચરો એકઠો કરતી ટીપાર વાન આ વિસ્તરમાં ન આવતી હોવાથી લોકોએ નાક છૂટકે જાહેરમાં કચરો ફેંકવો પડે છે આથી ઠેરઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. લાયન્સનગરમાં પ્રાથમિક શાળા પાછળ આવેલ દેવીપૂજકવાસ સહિત તમામ સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેકટર આવે છે તો ફક્ત લાયન્સ નગરની જ પાંચ સોસાયટીઓમાં કેમ નહિ? તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. ગંદકીને પગલે વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતું હોવાથી રોગચાળો વકરવાની પણ ભીતિ સેવાય રહી છે આથી કચરાના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવા રજૂઆતના અંતમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!