શ્રાવણ સુદ પૂનમ નિમિતે દેશભરમાં ભાઈ બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.આ તહેવારમાં જેલમાં બંધ કેદીઓ પણ તહેવાર ઉજવી શકે અને સમાજના ભાગ બની શકે તે માટે આજે મોરબી ની સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 60 થી વધુ બહેનોએ તેના ભાઈના કાંડે રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી
મોરબીની સબ જેલના જેલર એલ વી પરમારના માર્ગદર્શન હેઠળ જેલમાં રહેલ કેદીઓને તેની બહેનો રાખડી બાંધી સકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. મોરબી સબ જેલ ખાતે આજે 60 થી વધુ બહેનો તેના ભાઈને રાખડી બાંધવા પહોંચી હતી અહી રાખડી બાંધવા આવેલી બહેને જણાવ્યું હતું કે સબ જેલ પ્રસાશન દ્વારા રક્ષાબંધનની ઉજવણી માટે વ્યવસ્થા કરી હતી જેથી તેઓ રક્ષાબંધન પર્વે તેના ભાઈના કાંડે રાખડી બાંધી શકી હતી અને ભાઈ જેલમાં હોવા છતાં પર્વની ઉજવણી કરી હતી