હળવદ તાલુકા ના મયુરનગર ગામે બ્રાહ્મમણી નદી પર મોત ના માંડવા જેવો જર્જરિત બેઠો પુલ ફરી એક વખત જમીન ધોવાયો છે.જેના કારણે આસપાસનાં ગામનાં લોકો સંપર્ક વિહોણાં બન્યા છે.આ પુલ અંગે તંત્ર ને અનેક રજૂઆતો કરાઈ હતી. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે તંત્રના પાપે આ બેઠો પુલ જમીન દોસ્ત થયો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ફરી એક વખત ધોવાઈ જતા ચાડધરા, રાયસંગપુર,નવા રાયસંગપુર અને મયુરનગર ગામના લોકો સંપર્ક વિહોણાં બન્યા છે.તેમજ રસ્તો બંધ થવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ અંગે ગ્રામજનો, આગેવાનો તથા સમાજસેવકોએ તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને મીઠી નિંદર માણતા બનાવ બન્યો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાજુંના ગામના વિદ્યાર્થીઓ પુલ તૂટવાથી નદીની આ પાર ફસાયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કંટાળી ગામના યુવાનો અને ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોમાંથી આ જર્જરિત પુલનું સમાર કામ કરાવવામાં આવ્યું હતું. જે હવે ધરાશાયી થયું છે.જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.