Sunday, October 6, 2024
HomeGujaratમોરબી ટંકારાના લેખિકા જીવતીબેન પીપલીયાના છઠ્ઠા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

મોરબી ટંકારાના લેખિકા જીવતીબેન પીપલીયાના છઠ્ઠા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી ટંકારાના લેખિકા જીવતીબેન પીપલીયા (શ્રી) નાં છઠ્ઠા પુસ્તકનું વિમોચન લબ્ધપ્રતિષ્ઠિત બાળસાહિત્યકાર મુરબ્બી યશવંત મહેતાના (યશદાદા) શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. મોરબી સાહિત્ય સભાના ઉપક્રમે આયોજિત સાહિત્ય ગોષ્ઠિમાં સ્વરાંગન સ્ટુડિયો – મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

બાળ સાહિત્ય ક્ષેત્રે કઈક નવું કરવાની નેમ ધરાવતા મોરબી ટંકારાના લેખિકા જીવતીબેનનાં ‘આવો, કહું એક વાર્તા’ બાળ વાર્તા સંગ્રહને યશવંતદાદા તેમજ સાહિત્યનાં ઉત્કર્ષ માટે તન, મન અને ધનથી સેવારત, ઉધોગપતિ હંસરાજભાઈ ગામીના આશીર્વાદ મળ્યા હતાં. આ સાહિત્ય ગોષ્ઠિમાં યશવંતદાદાએ બાળ સાહિત્ય વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ ચિંતક દાદાએ પોતાનું દીર્ઘકાવ્ય ‘અશ્વત્થામાનું’ પઠન કર્યુ હતું. હંસરાજભાઈ ગામીએ સરળ ભાષામાં સાહિકારોને પ્રેરક અને પ્રોત્સાહક વકતવ્ય આપ્યું હતું. શૈલેષભાઈ કાલરિયા, સંજયભાઈ બાપોદરિયા ‘સંગી’, ડૉ.અમૃત કાંજિયા, પ્રકાશભાઈ કુબાવત, રામભાઈ વાળોતરિયા, કે. જે. ઝાલા દ્વારા પોતાની રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીવતીબેને પણ પ્રથમ રચેલ બાળવાર્તા બાળકોને ગમે તેવા લહેકા સાથે કહી હતી. આ કાર્યક્રમમાં ચંદ્રશેખર ભાઈ રંગપડિયા ભરતભાઇ રાજકોટિયા, જલ્પેશભાઈ વાઘેલા, જયેશભાઈ બાવરવા, મનિષાબેન પટેલ, અનુજા રાજકોટિયા અને માધવ કુબાવત ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!