ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજનો છઠ્ઠો શાહી સમૂહ લગ્નોત્સવ રાજકોટ મોરબી રોડ પર દેવ કુંવર શૈક્ષણિક સંસ્થાના પટાંગણમાં ગઈકાલે વસંત પંચમીના પવિત્ર અને પાવન દિવસે ૨૭ નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા આ ઉત્સવની સાક્ષીએ પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, રાજકીય મહાનુભાવો, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા હતા.
દેખાડો નહી પરંતુ દરકાર ના ઉમદા આશયથી ટંકારા લેઉવા પાટીદાર સમાજ ના યુવા ટિમ અને મહિલા ટિમ ના નેઝા હેઠળ આ સમુહ લગ્ન ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. આયોજન કમિટી દ્વારા સુદર પાર્કિંગ આવકાર ફોટો શેશન ભોજન સમારંભ બેઠક વ્યવસ્થા પાણી સહિતની સંગિત અને સુરાવલી નું અદ્ભુત આયોજન કર્યું હતું.
ઉપરાંત કાયદાના તજજ્ઞ એડવોકેટની પેનલ દ્વારા સેમ ડે સાંજે મેરેજ સર્ટીફીકેટ આપી સમાજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા નામી હસ્તીઓ ઉધોગપતિ સહિતના તાલુકાના તમામ ગામના પાટીદાર પરીવાર ઉપસ્થિત રહ્યા હતા.