Thursday, November 14, 2024
HomeGujaratમોરબીના જસમતગઢ ગામ નજીક હોટલના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી તસ્કરો ટ્રેક્ટર હંકારી ગયા

મોરબીના જસમતગઢ ગામ નજીક હોટલના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી તસ્કરો ટ્રેક્ટર હંકારી ગયા

ટ્રેક્ટરની હેડ લાઈટ બંધ થઈ જતા ખેડૂતે હોટલના ખુલ્લા કમ્પાઉન્ડમાં ટ્રેક્ટર પાર્ક કર્યું

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકમાં મહિન્દ્રા સ્વરાજ કંપનીના ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ખેતરે નિરણ ભરવા જઈ રહેલ જસમતગઢના ખેડૂતે ટ્રેક્ટરની હેડ લાઈટ બંધ થઈ જતા ગામની સીમમાં આવેલ મેલડી હોટલની સામે ખુલ્લા કમ્પાઉન્ડમાં ટ્રેક્ટર પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ વાહન ચોર ઈસમો ટ્રેક્ટરની ચોરી કરી લઈ ગયા હતા, હાલ ખેડૂત દ્વારા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા રણછોડભાઈ ભાણાભાઈ પાંચીયા ઉવ.૪૨ નામના ખેડૂત ગઈ તા.૦૮/૧૧ના રોજ પોતાના ખેતરે પોતાના નામે રજીસ્ટર મહિન્દ્રા સ્વરાજ કંપનીનું ૭૩૩એફઈ મોડલનું જેના રજી.નં. જીજે-૩૬-એએફ-૯૯૧૩ વાળું ટ્રેક્ટર લઈને નિરણ ભરવા ગયા હોય જ્યાંથી પરત આવતી વેળા ટ્રેક્ટરની લાઈટ બંધ હોય ત્યારે પાવડીયાળી કેનાલ નજીક મેલડી હોટલની બાજુમાં ગેરેજમાં ટ્રેક્ટરની લાઈટ રીપેરીંગ કરવા ગયા હતા, જ્યાં ગેરેજવાળો હાજર ન હોય જેથી રણછોડભાઈ પોતાનું ટ્રેક્ટર મેલડી હોટલ સામે ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક કરીને જતા રહ્યા હતા.

જે બાદ બીજે દિવસે સવારના તા.૯/૧૧ના રોજ રણછોડભાઈ પોતાનું ટ્રેક્ટર લેવા ઉપરોક્ત હોટલના ખુલ્લા કમ્પાઉન્ડમાં આવતા જ્યાં પાર્ક કરેલ ટ્રેક્ટર જોવામાં આવ્યું ન હોય જેથી આજુબાજુમાં ટ્રેક્ટર અંગે તપાસ કરતા તે ક્યાંય મળી આવેલ ન હોય જેથી નિયમોનુસાર પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ મોરબી તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત ટ્રેક્ટરની ચોરી કરનાર વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચોરી અંગે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!