મોરબીના વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્કમા આવેલ રહેણાંક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં તસ્કરો સોના, ચાંદીના દાગીના રોકડ, મોબાઈલ સહિત 43 હજારની કિંમતની મતા ઉસેડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના ભગવતી પાર્કમા આ.ડી.સી બેન્કની સામેની શેરી કૃણાલભાઇ કિશોરભાઇ રાવલના મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું મકાનના મેઇન દરવાજાનું તાળુ તોડી મકાનમા પ્રેવેશેલા શખ્સો લોખંડની તીજોરી (કબાટ) નો લોક તોડી તીજોરીમાંથી રોકડ રૂ.૨૦૦૦૦ તથા કાનની બુટી સોનાની જોડી એક આશરે આઠેક ગ્રામ કિ.રૂ.૧૦૦૦૦- તથા કાનની શેર જોડી એક આશરે આઠેક ગ્રામ કિ.રૂ.૮૦૦૦ અને નાકના દાણા સોના ચાર નંગ કિ.રૂ.૧૦૦૦ તેમજ એક નાના છોકરાનો સોનાનુ ઓમ કિ.રૂ.આશરે ૪૦૦ અને ચાદીની કડલી જોડી નંગ-૦૧ કિ.રૂ.૫૦૦ તથા ચાદીના સાકળા જોડી બે કિ.રૂ.૧૦૦૦-વધુમાં એક એમ.આઇ કંપની નો એન્ડ્રોઇડ ફોન સીમ કાર્ડ વગરનો કિ.રૂ.૨૦૦૦ તથા એક સાદો સેમંસગ કંપની નો મોબાઇલ કિ.રૂ.૫૦૦ આમ મોબાઈલ, રોડક, દાગીના સહિત કિ.રૂ. ૪૩૪૦૦ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.