મોરબીના સામાજિક કાર્યકર્તા રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ બાંભણિયા, રાણેવાડિયા દેવશભાઈ, મુશાભાઈ બ્લોચ દ્વારા મોરબી ચીફ ઓફિસરને પત્ર લખી મોરબીના રેલ્વે સ્ટેશન વાળો રોડ, સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ, ચિત્રકુટથી કબ્રસ્તાન વાળો રોડ બિસ્માર હાલતમાં હોય જેથી દરેક રોડ રસ્તાને તાત્કાલીક પેવર બ્લોક અથવા આર.સી. સી. રોડ બનાવી કાયમી પ્રશ્ન હલ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે…
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઈ બ્લોચ વગેરે દ્વારા મોરબી ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે મોરબી નગરપાલીકા માથી રોડ રસ્તા મંજુર થયા છે. ત્યારે સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન રોડ સુધી ચોમાસામાં વારંવાર પાણી ભરાવાના પ્રશ્નો રહે છે તેમાં હાલ જે રસ્તો મંજુર થયો છે તે ડામરનો બનાવવામાં આવ્યો છે. જે રોડમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે સ્થાનીકો, વેપારીઓ અને સામાજીક કાર્યકરો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આ રોડ સી.સી. બનાવવામાં આવે અથવા બ્લોક પાથરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ રોડ-રસ્તા ઉપર એસ.ટી. બસ અને હેવી વાહન અવર-જવર કરતા હોવાથી રોડ સી.સી. અથવા પેવર બ્લોકથી બનાવવા સામાજીક કાર્યકરો દ્વારા માંગણી કરાઈ છે. તેમજ ચોમાસામાં પાણી ભરાવાથી રોડ ખરાબ થાય તો પાણીના નિકાલ માટે ભુગર્ભની પણ વ્યવસ્થા કરી કામગીરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ રોડ રસ્તાની કામગીરી થાય તો કાયમી ધોરણે અનેક પ્રશ્નો હલ થઈ જાય જે બાબતમાં ચીફ ઓફીસર, કાન્તીભાઈ અમૃતિયા ધારાસભ્ય, તથા કલેકટરને યોગ્ય હુકમ કરવા સામાજિક કાર્યકરો દ્વારા વિનંતી કરવામાં આવી છે. તેમજ અનેક રોડ રસ્તા બનાવ્યા બાદ પણ એક વર્ષ દરમિયાન જ રોડ રસ્તા તૂટી રહયા છે. તેથી રોડ રસ્તા સારી ગુણવતા વાળા આર.સી.સી અને પેવર બ્લોક વાળા બનાવવામાં આવે તેમજ રોડ રસ્તા બનાવતી વખતે ગટરની લાઈન નાખી આપવી તેમજ કુંડીઓ ઉચી લેવામાં આવે તેમજ પાઇપ લાઇન નાખવાની જરૂરિયાત હોય તો નાખી તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રિપેર કરવા સામાજિક કાર્યકરો દ્વારા વિનંતી કરવામાં આવી છે…