Saturday, February 22, 2025
HomeGujaratમોરબીના સમાજિક કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટરને પત્ર લખી મોરબીના રોડ નવા બનાવવા કરી...

મોરબીના સમાજિક કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટરને પત્ર લખી મોરબીના રોડ નવા બનાવવા કરી રજૂઆત

મોરબીના સામાજિક કાર્યકર્તાઓએ મોરબી જિલ્લા કલેકટરને પત્ર લખી મોરબીના તમામ રોડ દયનીય હાલતમાં છે તે રોડ રસ્તા નવા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોરબીના મોટાં ભાગનાં રોડ રસ્તા એકદમ બિસ્માર હાલતમાં છે અનેક રોડ ફરીથી નવા બનાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તમામ રોડ નવા બનાવવામાં આવે તેવી માંગ કરાઇ છે…

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશભાઈએ મોરબીના તમામ રોડની દયનીય સ્થિતિ અંગે જિલ્લા કલેકટરને પત્ર લખી રોડ રસ્તામાં કામ કરવા રજૂઆત કરતા જણાવ્યું છે કે મોરબીમાં દબરબાર ગઢથી નહેરૂ ગેઇટ ચોકમાં નડતર રૂપ લારીઓ પણ નથી તો શું રોડ થશે ? કારણ કે મોરબી માળીયાના ધારાસભ્ય કાતીભાઇ અમૃતીસયા નહેરુ ગેઇટના ચોકમાં બોલેલ કે દરબારગઢથી નેહરૂ ગેઇટ વચ્ચેનો રોડ ૩ મહિનામાં થઇ જશે. પરંતુ ૩ મહિના વીતી ગયા હોવા છતા પણ કામ ચાલુ થયું નથી. તેમજ તહેવારની સીઝનમાં વેપારીઓએ કામધંધા બંધ રાખવા ? રોડ દયનીય હાલતમાં હોવાથી ખોદીને બનાવાનો છે, ગટરનો નીકાલ, ભુર્ગભનો નિકાલ કરીને રોડ સારો બને એવી પ્રજાની માંગણી છે. મોરબીના રવાપર રોડ તાજેતરમાં બનાવવામાં આવ્યા છે. છતાં રોડમાં થીગડા મારવા પડે છે તો કેવું કામ કર્યું હશે ? મોરબી હવે મહાનગર પાલીકા બની રોડની ગેરંટી કેટલી હોય ? રોડ બન્યાને ૧ વર્ષ પણ થયુ નથી ત્યાં દયનીય હાલત બની છે. ગાંધી ચોક, સરકારી હોસ્પિટલ રોડ, નગર દરવાજા રોડ, જડેશ્વર રોડથી સુપર ટોકીઝ રોડ જર્જરિત રોડ થઇ ગયો છે ત્યારે પ્રજાના ટેક્ષના પૈસાનો ધુમાળો ન થાય અને રોડ રસ્તાના સારા કામ થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!