Friday, December 6, 2024
HomeGujaratમોરબીના બેલા નજીક ફેક્ટરીના ગ્રાઉન્ડમાં ઉભેલ શ્રમિકના પગ ઉપર ટ્રકનું તોતિંગ વ્હીલ...

મોરબીના બેલા નજીક ફેક્ટરીના ગ્રાઉન્ડમાં ઉભેલ શ્રમિકના પગ ઉપર ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું

મોરબીના બેલા ગામની સીમમાં ખોખરાધામ રોડ ઉપર આવેલ ફેક્ટરીના ગ્રાઉન્ડમાં ઉભેલ શ્રમિકના પગ ઉપર ટ્રક ટેઇલરનું તોતિંગ વ્હીલ ફરી જતા સારવારના શ્રમિકનો પગ કાપવો પડ્યો હતો, જેમાં ટ્રક-ટેઇલરના ચાલકે આગળ પાછળ જોયા વગર પોતાના વાહનને વળાંક વાળી લેતા સમગ્ર દુર્ઘટના બની હતી, અકસ્માતના બનાવ બાદ ટ્રક ટેઇલર ચાલક પોતાનું વાહન રેઢું મૂકી ફેક્ટરીમાંથી નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઝારખંડના સોનુઆ થાના તાલુકાના પુનીપદા ગામનો વતની અને હાલ મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરાધામ રોડ ઉપર આવેલ કોસીના સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા વિકાસભાઈ સામરામ મુન્ડા ઉવ.૩૪ ઉપરોક્ત ફેક્ટરીમાં પેકિંગ ખાતામાં મજૂરી કામ કરે છે. ગત તા.૨૫/૧૧ના રોજ વિકાસભાઈ નાઈટ શિફ્ટમાં હોય જેથી સાંજના સાડા સાત વાગ્યે વિકાસભાઈ અન્ય શ્રમિકો સાથે ફેક્ટરીના ગ્રાઉન્ડમાં ઉભા હોય તે દરમિયાન ટ્રક-ટેઇલર રજી.નં. આરજે-૦૬-જીડી-૨૦૫૨ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને આગળ પાછળ જોયા વગર અચાનક વળાંક લઈ લેતા વિકાસભાઈ ટ્રકની ખાલી સાઈડના ટાયરના જોટ્ટા સાથે અથડાઈ નીચે પડી જતા તેના પગ ઉપરથી ટ્રક-ટેઇલરનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું,

ઉપરોક્ત બનાવ બાદ વિકાસભાઈને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પગ ઉપર ગંભીર ઇજાઓને કારણે ડોક્ટર દ્વારા ઓપરેશન કરી વિકાસભાઈનો પગ ઢીંચણથી થોડો ઉપરથી પગ કાપી નાખવાની ફરજ પડી હતી, અકસ્માતના બનાવ બાદ ટ્રક-ટેઇલર ચાલક પોતાનું વાહન ફેક્ટરીના ગ્રાઉન્ડમાં રેઢું મૂકી ફેક્ટરીની દીવાલ કૂદીને ભાગી ગયો હતો, હાલ ભોગ બનનાર વિકાસભાઈની ફરિયાદના આધારે ટ્રક-ટેઇલરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!