પંચમહાલનાં હાલોલમાં ફરી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસે સ્થળ પર ત્રાટકી કુલ રૂ.1,43,000/-ની દારૂની બોટલો સહિત કુલ રૂ.૧૪.૫૮ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, પંચમહાલનાં હાલોલમાં આવેલ આર.સી.સી. રોડ, નવી નગરી ફળીયા પાસેથી દારૂનો જથ્થો પંચમહાલમાં ઘુસાડી દારૂના મુદ્દામાલનું કટિંગ કરવામાં આવનાર હોવાની બાતમી હાલોલ રૂરલ પોલીસને મળી હતી. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા સ્થળ પર હાજર શખ્સો પોલીસને જોઈ જતા ફરાર થયા હતા. જયારે નરેન્દ્રભાઈ ઉર્ફે ટેટો જયશવંતસિંહ ગોહિલ નામનો શખ્સ પોલીસના હથ્થે ચડ્યો હતો. જયારે પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 1281 બોટલનો રૂ.1,43,000/-નો મુદ્દામાલ મળી રૂ.55,000/- ના બે મોબાઈલ, તથા રૂ.13,10,000/-ની કિંમતની કુલ ત્રણ મળી કુલ રૂ.14,58,000/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. જયારે પોલીસે પકડાયેલ શખ્સ નરેન્દ્રભાઈ ઉર્ફે ટેટો જયશવંતસિંહ ગોહિલની પૂછપરછ કરતા તેણે જણાવેલ હતું કે, ભરત ઉર્ફે કચ્છો કનુભાઈ ગોહિલ કે જે આ દારૂ ઘુસાડવાના મામલાનો મુખ્ય આરોપી છે. તે આરોપી અને તેની સાથે રાજેન્દ્ર ઉર્ફે મંગો કનુભાઈ ગોહિલ, GJ-06-PJ-5490 નંબરની હ્યુન્ડાઇ ક્રેટા કારનો ચાલક, પ્રવીણ ઉર્ફે પરિયો ચીમનભાઈ સોલંકી, વિરલ જયસ્વાલ (રહે.વાઘોડિયા તાલુકો), ગબબો (રહે.ગુતાલ,તા.વાઘોડિયા), ડિ.પી. પટેલ (રહે.વાઘોડિયા તાલુકો) તથા IMFL ક્રેટા કારમાં દારૂ ભરી આપનાર શખ્સ એમ કુલ આંઠ શખ્સો સ્થળ પર દારૂનું કટિંગ કરવા આવ્યા હતા.ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા અન્ય આઠ આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.