ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે રાજ્યમાં અનેક ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૩/૦૩/૨૦૨૪ના રોજ દાખલ કરાવેલ પ્રોહીબિશન ગુન્હાની તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી તૌફીક, રહે.ચુર, રાજસ્થાન વાળો પાસપોર્ટના આધારે દુબઈ નાશી ગયાનું સામે આવ્યું હતું. જેને આધારે ઈમીગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફતે લુક આઉટ સકર્યુલર અને ઈન્ટરપોલ દ્વારા રેડ નોટીસ ઈસ્યુ કરાવવામાં આવી હતી. જેને આધારે આરોપી દુબઈ ખાતે લોકેટ થયેલ હોવાની ઈન્ટરપોલ, ન્યુ દિલ્હીથી માહિતી મળતાં તેની પ્રોવીઝનલ એરેસ્ટ રીક્વેસ્ટ દરખાસ્ત MHA, New Delhi ખાતે મોકલી આપવામાં આવી હતી. જેને આધારે આરોપીને United Arab Emirates Government દ્રારા તા.૦૨/૦૪/૨૦૨૫ના રોજ Deport કરવામાં આવ્યો છે. જેની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલને કરાતા સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટીમને કોચી, કેરલા ખાતે મોકલી આરોપીને કોચી ઈન્ટરનેશન એરપોર્ટ, કેરલાથી ડીટેઈન કરી પ્રોહીબિશન ગુનામાં ધોરણસર ધરપકડ કરવાની કાર્યવાહી કરાઈ હતી.
મળતી માહિતી અનુસાર, વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાતની આધારે નિર્લિપ્ત રાય, IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ અને કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૩/૦૩/૨૦૨૪ના રોજ દાખલ કરાવેલ પ્રોહી. ગુ.ર.નં-૧૧૨૦૬૦૦૫૨૪૦૧૦૭/૨૦૨૪, પ્રોહી.એક્ટ કલમ-૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) (IMFL, ૧૮,૧૨૦ બોટલ નંગ કિંમત રૂ.૩૭,૧૮,૦૮૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૬૨,૩૧,૩૦૦/-) મુજબના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાલી રહી છે. જે ગુનામાં IMFT જથ્થો મોકલનાર મુખ્ય આરોપી તૌફીક, રહે.ચુર, રાજસ્થાન અંગે તપાસ કરતા તે ભારતીય પાસપોર્ટના આધારે વિદેશ ભાગી ગયેલ હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. જે પાસપોર્ટ નંબરની ટ્રાવેલ હિસ્ટ્રી ઈમીગ્રેશન વિભાગ પાસેથી મેળવવામાં આવી હતી. જેમાં આરોપી પાસપોર્ટ નંબર આધારે ફ્લાઈટ નં-IX-195 થી દુબઈ ખાતે ભાગી ગયેલ હોવાની માહિતી મળતાં, ઈમીગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફતે લુક આઉટ સકર્યુલર (Look out Circular) અને ઈન્ટરપોલ દ્વારા રેડ નોટીસ (RED NOTICE) ઈસ્યુ કરાવવામાં આવી હતી. આરોપી દુબઈ ખાતે લોકેટ થયેલ હોવાની ઈન્ટરપોલ, ન્યુ દિલ્હીથી માહિતી મળતાં તેની પ્રોવીઝનલ એરેસ્ટ રીક્વેસ્ટ (Provisional Arrest Request) દરખાસ્ત MHA, New Delhi ખાતે મોકલી આપવામાં આવી હતી. જે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઈસ્યુ કરાવેલ રેડ નોટીસ (RED NOTICE) અને પ્રોવીઝનલ એરેસ્ટ રીક્વેસ્ટ (Provisional Arrest Request) દરખાસ્ત આધારે આરોપી તૌફીક નઝીર ખાનને United Arab Emirates Government દ્રારા તા.૦૨/૦૪/૨૦૨૫ના રોજ Deport કરવામાં આવ્યો છે. જે અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન, ન્યુ દિલ્હી દ્રારા સ્ટેટ મોનીટરીંગ સેલને જાણ કરવામાં આવતાં સ્ટેટ મોનીટરીંગ સેલની એક ટીમને કોચી, કેરલા ખાતે મોકલી આપી હતી. જે ટીમ દ્રારા આરોપીને કોચી ઈન્ટરનેશન એરપોર્ટ, કેરલાથી ડીટેઈન કરી, સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી ખાતે લાગી ગુનામાં ધોરણસર ધરપકડ કરવાની કાર્યવાહી કરાઇ હતી.. જે આરોપી રાજસ્થાન રાજ્યમાં મર્ડર, ખંડણી, આર્મ્સ એક્ટ, સરકારી કર્મચારી પર હુમલો, આબકારી અધિનિયમ તથા શરીર સબંધી અન્ય ગુનાઓ આચરનાર મોટો ગેંગસ્ટર અને રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં IMFL જથ્થો ગુજરાત રાજ્યમાં સપ્લાય કરનાર હિસ્ટ્રીશીટર અને બુટલેગર અનિલ ઉર્ફે અનિલ પાંડયા જગદીશપ્રસાદ જાટ, રહે.રૂપનગર, ફતેહપુર, સીકર, રાજસ્થાન જેની વિરૂધ્ધ રાજસ્થાન રાજ્યમાં વિવિધ હેડ હેઠળના કુલ-૩૯ થી વધુ ગુનાઓ અને ગુજરાત રાજ્યમાં પ્રોહીબીશન ધારા હેઠળના ૧૦ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેની ગેંગનો આરોપી તૌફીક નઝીર ખાન સભ્ય છે અને ગેંગસ્ટર અનિલ પંડ્યા આરોપી તૌફિક નઝીર ખાન મારફતે હાલમાં સક્રિયપણે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં IMFL જથ્થાની ઘુસણખોરી/સપ્લાય કરી તેમાંથી આર્થિક ફાયદો મેળવી રહ્યો છે. આરોપી ગુજરાત રાજ્યના અન્ય ગુનાઓમાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો-ફરતો હતો.