Thursday, September 19, 2024
HomeGujaratબાઈક ચોરીનો સિલસિલો યથાવત:મોરબીના નવા બસ સ્ટેશન સામેથી વધુ એક બાઈક ચોરીની...

બાઈક ચોરીનો સિલસિલો યથાવત:મોરબીના નવા બસ સ્ટેશન સામેથી વધુ એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ વિસ્તારોમાં બાઇક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બાઈક ચોરીનો બનાવ મોરબીના નવા બસ સ્ટેશન સામેથી જ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી નવા બસ સ્ટેશન સામે સારથી એપાર્ટમેન્ટ માણેક સોસાયટી-૧માં રહેતા રસીકભાઇ રતનશીભાઇ સુરાણી ગત તા.૦૧/૦૮/૨૦૨૨ ના રાતના સાડા દશ વાગ્યા આસપાસ પોતાનું GJ-36-P-0077 નંબરનું હોન્ડા કંપનીનુ સી.બી.સાઇન મોટર સાયકલ પાર્કિંગમાં પાર્ક કરી ઘરે ગયા હોય ત્યારે કોઈ અજાણ્યા ચોરે અંધારાનો લાભ ઉઠાવી બાઈકની ચોરી હતી. ત્યારે બીજા દિવસે સવારે આવી ફરિયાદીએ જોતા પોતાનું હોન્ડા સ્થળ પર મળી ન આવતા તેણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!