હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની હડતાલ અંતે સમેટાઈ ગય છે. હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાસેથી ખંડણીખોરો બેફામ બની અવાર નવાર ઊંચી રકમની માંગણી કરતા હોવાથી વેપારીઓએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને આવેદનપત્ર આપ્યા બાદ રેલી સ્વરૂપે હળવદ પોલીસ મથકે રજુઆત માટે આવી લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ જ્યાં સુધી આ ખંડણીખોર સામે પગલા ભરવામાં ન આવે ત્યા સુધી અચોક્કસ મુદત માટે હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું. આ મામલે આજે હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી, હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ.એ.એ.જાડેજા સહિતના અધિકારી અને પદાધિકારીઓ સાથે વેપારીઓ સાથે બેઠક યોજી અને ખંડણીખરો વિરૂધ આકરા પગલા લેવાની ખાતરી આપતા વેપારીઓ દ્વારા સોમવારથી રાબેતા મુજબ માર્કેટીંગ યાર્ડ ખુલ્લુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો.