મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટરો જિસકા માલ ઉસકા હમાલ મામલે હડતાલ પર ઉતરી ગયા હતા જેની સીધી અસર મોરબીના સિરામીક, પેપરમિલ સહિતના ઉદ્યોગો પર પડી હતી અને મીટીંગો પણ યોજાઈ હતી જેમાં આખરે ગઈકાલે મળેલી મીટીંગમાં જિસકા માલ ઉસકા હમાલની માંગ સ્વીકારી લેવાતા હડતાલનો અંત આવ્યો છે.
મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનાં પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું છે કે કોઈપણ ગાડી ભાડું જે વેપારી સાથે નક્કી કરવામાં આવે તેમાં પ્રતિ ટન રૂ. ૪૦ ચા-પાણીના અલગથી વેપારી પાસેથી લેવાના રહેશે અને તે ગાડી ભાડા નક્કી કરતી વેળાએ વેપારી સંમત થાય પછી જ ગાડી બુકિંગ કરવાની રહેશે તે ઉપરાંત કંપનીમાં લોડીંગ કરતી વખતે ચા-પાણી અને લોડીંગ ચાર્જના પ્રતિ ટન ૪૦ રૂપિયા જે તે ડ્રાઈવરોએ કારીગરોને આપવાના રહેશે. કોઈપણ વેપારી નક્કી કર્યા બાદ જો ચાપાણીનો ચાર્જ પ્રતિ ટન રૂ. ૪૦ દેવામાં આનાકાની કરે તો વેપારીઓને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન બ્લેક લીસ્ટ કરશે તે વેપારીનું જુનું ચુકવણું ના કરે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટર ગાડી ભરશે નહિ તેમ જણાવ્યું છે તો ૧૪ દિવસની હડતાલનો સુખદ અંત આવ્યો છે અને આજે સોમવારથી જ લોડીંગ ચાલુ કરી દેવા ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખે તમામ ટ્રાન્સપોર્ટરોને સુચના આપી દીધી છે