Monday, November 18, 2024
HomeGujaratટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને સફળતા મળી,૩૨.૧૫ કરોડના કામોને રાજ્ય સરકાર દ્વારા...

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને સફળતા મળી,૩૨.૧૫ કરોડના કામોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મ્હોર

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ૬૬ ટંકારા-પડધરી મત વિસ્તારમાં પંચાયત હસ્તકના રસ્તાઓ પર હૈયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા નવા સી.ડી.વર્કસ બનાવવા માટે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ હતી. જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારાસભ્યની રજૂઆતને ગ્રાહ્ય રાખી રૂપિયા ૩૨.૧૫ કરોડના કામોને એમ.એમ.જી.એસ.વાય. યોજના હેઠળ મંજૂરીની મહોર લગાવી જોબનંબર ફાળવણી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ધારાસભ્ય દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ પડધરીના ઢોકળીયા ખંભાળા ન્યારા રોડ પર મેજર બ્રિજ, એપ્રોચ રોડ, પ્રોટેક્શન વોલને મંજૂરીના કામને જ્યારે પડધરી તાલુકાના એસ.એચ. થી ખામટા, ખજુરડી, ખોડાપીપર રોડ, સેક્શન-૨, ડેમ સાઈટથી ખજુરડી રોડ કોઝવે, પ્રોટેક્શન વોલ બનાવવાને મંજૂરી મળી છે. પડધરી તાલુકાના એમ.ડી.આર. થી નાના ખીજડીયા રોડ પર માઈનોર બ્રિજ એપ્રોચ અને પ્રોટેક્શન વોલ, સરપદડ-મોટા ખીજડીયા રોડ પર સબમર્શીબલ બ્રિજમાં ૨ ગાળા વધારવાના એપ્રોચ, પ્રોટેક્શન વોલના કામને મંજૂરી અપાઈ છે. ઉંડ ખીજડીયા એપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેઈન એપ્રોચ, પ્રોટેક્શન વોલના કામને મંજૂરી મળી તથા મોરબીના લખધીરનગર થી અદેપર રોડ પર ૭મી. સ્પાનના ૫ ગાળાનો માઈનોર બ્રિજ અને ૫૦મીટરનો વોન્ટેડ કોઝવે મંજૂર કરાયો છે. ટંકારા તાલુકાના નેકનામ-રોહીશાળા રોડ, નેસડા-ખાનપર રોડ અને ખીજ્ડીયા-નસીતપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી મળી છે. આ ઉપરાંત એસ.એચ. થી બંગાવડી રોડ પર મેજર બ્રિજ અને એપ્રોચનું કામ અને એસ.એચ. થી જીવાપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી આપવામાં આવી છે. તમામ કામ માટે સરકારે ૩૨.૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ તકે દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!