Tuesday, October 7, 2025
HomeGujaratટંકારાના નાનેરા ગામના બે કરમવીરોની સફળતા: મજૂરીથી માસ્તર સુધીની પ્રેરણાદાયી સફર

ટંકારાના નાનેરા ગામના બે કરમવીરોની સફળતા: મજૂરીથી માસ્તર સુધીની પ્રેરણાદાયી સફર

ટંકારા તાલુકાના નાનેરા ગામ નેસડા સુરજીના નાની વયે પિતા તો બિજા એ માતા ગુમાવેલા મામા ફઈના બે ભાઈઓ, રવજીભાઈ ચાવડા અને વિજયભાઈ વાધેલાએ, અથાક પરિશ્રમ અને અદમ્ય ઈચ્છાશક્તિના બળે સરકારી શાળામાં અભ્યાસ કરી શિક્ષક બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

- Advertisement -
- Advertisement -

2011 માં ઉચ્ચ શિક્ષણ પુર્ણ કર્યા બાદ એક દશકા બાદ આવેલ વિધા સહાયક ભરતીમાં ઉતિર્ણ થયા બાદ આજે દાહોદ ખાતે શિક્ષક તરીકે નિમણૂકનો ઓર્ડર મળતાં આ બંને ભાઈઓ આનંદથી ઝૂમી ઊઠ્યા હતા. આ યુવાનોએ ખૂબ જ પડકારજનક સંજોગોમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. દેવિપુજક સમાજ માં ઓછા યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે જતા હોય છે ત્યારે ગામડામાં રહીને છૂટક મજૂરી, માલઢોર ચરાવવા સહિતનાં વિવિધ કામો કરતાં કરતાં તેમણે સરકારી શાળામાં અભ્યાસ ચાલુ રાખ્યો. આર્થિક તંગી હોવા છતાં, મર્યાદિત સાધનો સાથે પરીક્ષાઓની તૈયારી કરી અને સફળતા હાંસલ કરી. આ બંને યુવાનોની આ પ્રેરણાદાયી સફળતાએ નાનેરા ગામ, તેમના પરિવાર અને સમગ્ર દેવિ પુજક સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ યુવાનો માટે એક ઉજ્જવળ ઉદાહરણ છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે.

રવજીભાઈ ની પયોયાન અવસ્થા એ માતા ગુમાવી હતી તો વિજયના પિતાનું અવસાન થતા માતા સાથે માવતરે આવી ફઈ ના ધાવણે મોટા થયેલા ફઈ મામાના છોકરા એ પરીવાર ના પાલન પોષણ કરવાની જવાબદારી નિભાવી સાથે શિક્ષાનો દિપક પ્રજ્વલિત રાખી આજે નામાંકિત શાળામાં લાખોની ફી ટ્યુશન અને સગવડયુ શિક્ષણ મેળવતા માટે આંખ ઉધાડે એવો કિસ્સો છે. હાલ તો બન્ને ભાઈઓને 8866429303 ઉપર શુભેચ્છાનો ધોધ વછુટીયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!