મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે નવાડેલા રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં વિમલનો થેલો લઈને ઉભેલ હોય જેથી પોલીસે તેને રોકી, થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ૮-પીએમ વ્હિસ્કીની ૩ નંગ બોટલ મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી તૌફિકભાઈ કરીમભાઈ જુમાભાઈ ખોખર ઉવ.૩૨ રહે.મચ્છી પીઠ ઇડ મસ્જિદ રોડ મોરબી વાળાની સ્થળ ઉઓરથી ધરપકડ કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો આરોપી કાનભા ગઢવી પાસેથી વેચાણ કરવાના ઇરાદે મેળવ્યો હોવાનું જણાવતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.