હળવદ પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે જુના દેવળીયા ગામે મોતીપરા નજીક રેઇડ કરતા ખરાબાની જમીનમાં આવેલ વોકળા છુપાવેલ વિદેશી દારૂની નાની બોટલ ૧૨ નંગ તેમજ કિંગફિશર બિયરના ૨૪ ટીન કુલ કિ.રૂ.૩,૬૦૦/- સાથે આરોપી રાજેશ ઉર્ફે રાજુ કિશોરભાઈ દેગામા ઉવ.૨૬ રહે. જુના દેવળીયા ગામ તા.હળવદવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.