Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ૧૫ ઓક્ટોબરથી 'સ્વચ્છતા એજ સેવા' મહાઅભિયાનનો શુભારંભ કરાશે

મોરબી જિલ્લામાં ૧૫ ઓક્ટોબરથી ‘સ્વચ્છતા એજ સેવા’ મહાઅભિયાનનો શુભારંભ કરાશે

૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચલાવવામાં આવનાર છે. આ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યાં અનુસાર, ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન વિશે વાત કરતા જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અને ‘સ્વચ્છતા એજ સેવા’ અંતર્ગત રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, ગ્રામીણ કક્ષા, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનો આ અભિયાનમાં સમાવેશ થઈ જાય. મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનો ૧૫મી ઓક્ટોબરથી આપણે શુભારંભ કરીશું અને ત્યારબાદ ૨ માસ સુધી આ અભિયાન હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવશે. ૧૫ ઓક્ટોબરના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસસ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની કોર્ટ સંકુલ, પોલીસ વિભાગ, મામતલદાર વગેરે અલગ-અલગ કચેરીઓમાં સફાઇ ઝુંબેશનો આયોજન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં જે કચરાના ઢગલા પડેલા હોય તે કચરાના ઢગલા ઉપાડવા અને ત્યાં ફરીથી કચરાના ઢગલા ન થાય તે માટેનું આયોજન કરવામાં આવનાર છે. નદી પટમાં સફાઈ કરવાની છે અને સફાઈ કર્યા બાદ હંમેશા ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટેનું આયોજન કરવાનું છે. નગરપાલિકામાં કે ગ્રામ પંચાયતમાં જે સાધનો ઉપલબ્ધ નથી તે સાધનો માટે આગોતરૂં આયોજન કરી આ સાધનો આવી જાય અને તમામ સફાઈ કર્મીઓને યોગ્ય સાધનો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવાની છે. જે બિલ્ડીંગો જૂની છે ત્યાં રીપેરીંગ કરીને રંગ રોગાનની કામગીરી પણ કરવાની છે. દિવાળી નિમિતે ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવામાં આવશે. જાહેર ટોયલેટની સાફ સફાઈ થાય, તેની યોગ્ય જાળવણી થાય અને તેમાં નિયમિતતા જળવાઈ રહે તે માટે યોગ્ય આયોજન હાથ ધરવાનું છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જૂના બિલ્ડીંગોનો કાટમાળ જે કોઈ એક જગ્યાએ એકઠો થતો હોય તે પણ એક યોગ્ય જગ્યાએ એકત્ર થાય તેનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાની છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તમામ જાહેર અને સામુહિક શૌચાલયનું રીપેરીંગ અને સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો, હેલ્થ વિભાગ, શિક્ષણ વિભાગ અને જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ જેમાં રેલ્વે સ્ટેશન, બી.એસ.એન.એલ. વગેરે ભારત સરકારની કચેરીઓ, શાળાઓ, પી.એચ.સી./સી.સેચ.સી. તમામની સાફ સફાઈની કામગીરી હાથ ધરવાની છે. આ કામગીરી સતત બે માસ સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ પણ અઠવાડીક કે માસિક રીતે આ કામગીરી નિયમિત જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જે સફાઈની કામગીરી હાથ ધરવાની છે તેમાં મહત્વની બાબત છે કે, આ કામગીરી જનભાગીદારીથી થાય અને વધુને વધુ લોકો સ્વચ્છતાનો સંદેશો લઈ આ અભિયાનમાં સહભાગી બને. આ કામગીરીમાં વોર્ડના કાઉન્સેલર્સ, જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખ, ધારાસભ્યો, સાંસદો તેમજ વિવિધ સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સેવાભાવી લોકો અભિયાનમાં જોડાય તેવી કલેકટરે અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!