ગુજરાત રાજયમાં નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલની કેબીનેટની શપથવિધિનું આજે ૪.૩૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પક્ષના આંતરિક પ્રશ્નોને લઈને આ મંત્રીમંડળની શપથવિધિ પાછી ઠેલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શપથવિધિ સમારોહ આવતીકાલે સાંજે ૪.૩૦ વાગ્યે યોજાશે.તેવું જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ મોવડી મંડળે જે નો રીપીટ થીયરી આપનાવી હતી જેને પગલે પક્ષમા ભારે વિરોધનો મધપૂડો છંછેડાતા વિરોધનો સુર ઉઠ્યો હતો. ભાજપ પક્ષમાં મોટા ધડાકા થાય તેવી શક્યતાને પગલે શપથવિધિ ૨૪ કલાક મોકુફ રખાવાની નોબત આવી પડી હતી. રાજભાવન ગાંધીનગર પર લગાવેલા શપથવિધિ સમારોહના બોર્ડની તરીખો પર પડદા લગાવી દેવામાં આવ્યા છે.