મોરબીમાં આવેલ મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે દીવાલ બાંધકામ મુદે મોરબી નગરપાલિકાએ BAPS સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકારી અને બે દિવસમાં તમામ બાંધકામ દુર કરવા આદેશ આપ્યો છે અને જો ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું જાણવા મળ્યું છે.
BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. જે ગેરકાયદે બનેલ બાંધકામ બે દિવસમાં દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી છે. તેમજ મોરબી નગર પાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકાર છે. અને બે દિવસમાં સ્વખર્ચે તમામ બાંધકામ દૂર કરવા આદેશ આપ્યો છે. ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. નદીના પટથી ૩૦ મી. ની અંદર કંટ્રોલ લાઈનમાં ગેરકાયદે બાંધકામ કરેલ હોવાથી દૂર કરવા આદેશ અપાયો છે.